રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, રવિવારે રાત્રે લગભગ 9.05 વાગ્યે પુતિન તેમના બેડરૂમના ફ્લોર પડી ગયા હતા. જયારે સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિ ફ્લોર પર અથડાવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ રૂમમાં તરત જ દોડી આવ્યા હતા.