રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યાનુસાર પુતિન પાર્કિન્સન બીમારીથી પીડિત છે અને સ્થિતિ એવી છે કે તેઓ જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ છોડી દેશે. રિપોર્ટ અનુસાર 68 વર્ષીય પુતિનની હાલત ખરાબ થઈ રહી છે. તેમની 37 વર્ષીય પ્રેમિકાએ પણ તે નિવૃત્ત થાય તેવી પ્રાર્થના કરી છે.
આ વાતએ જોર ત્યારે પકડ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પુતિનના પગ અસામાન્ય રીતે ધ્રુજતા જોવા મળ્યા હતા. સાથે જ હાથથી કોઈ વસ્તુ છુપાવતા જોવા મળ્યા હતા. તેવામાં ચર્ચા છે કે પાર્કિન્સનની પુતિન પર ગંભીર અસર થઈ છે. તેમની આંગળીઓ, પગ અને આઈબ્રોની મૂવમેન્ટ જોઈ આ વાત કહી શકાય છે.
થોડા સમય પહેલા જ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો જે અનુસાર પુતિન જીવનભર સીનેટર રહી શકે તેવી જોગવાઈ હતી. પરંતુ હવે આ સમસ્યાના કારણે તે નિવૃત્ત થશ તેવી તૈયારીઓ શરુ કરવામાં આવી છે.