વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક રાષ્ટ્રોના સમ્મેલનમાં ભાગ લીધો હતો. જે દરમિયાન તેમણે આ સંગઠનના દરેક દેશે એક થઇને કામ કરવું જોઇએ તેવી સલાહ આપી હતી. રશીયા અને યુક્રેન યુદ્ધનો પણ મોદીએ ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધના ઘટના ક્રમથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સ્થિરતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે આ સંદર્ભે બિમ્સ્ટેક ક્ષેત્રીય સહયોગમાં વધુ સક્રિય બનીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. સાથે તેમણે બિમ્સ્ટેક સચિવાલયના સંચાલન માટે ભારત તરફથી ૧૦ લાખ ડોલર આપવાની જાહેરાત પણ કરી હતી.