વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે છે. તેઓ સોમવારે જર્મની પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓેએ જર્મનીના ચાંસેલર અને ભારતીય મૂળના લોકોની સાથે મુલાકાત કરી હતી. બાદમાં મોદીએ રશિયા અને યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે યુક્રેન સંકટ શરૂ થયું તે પૂર્વે જ ભારતે શાંતિની અપીલ કરી દીધી હતી. કેમ કે અમારુ માનવું છે કે યુદ્ધથી દરેકનું નુકસાન થાય છે.
મોદીએ કહ્યું હતું કે યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. વિશ્વમાં ફર્ટિલાઇઝર અને ખાદ્યાન્નની પણ અછત ઉભી થઇ રહી છે. જેનો બોજ વિશ્વના દરેક પરિવાર પર વધી રહ્યો છે. આ યુદ્ધથી વિશ્વભરમાં મોંઘવારી વધી છે. ભારત માનવીય મુદ્દાઓને લઇને ચિંતિત છે. અમે યુક્રેનમાં માનવીય સહાય પણ મોકલી છે. જ્યારે યુદ્ધની શરૂઆત થઇ ત્યારે જ અમે શાંતિની અપીલ કરી દીધી હતી.