રશિયા પર પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોથી રઘવાયા બનેલા રશિયન અવકાશ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખે શનિવારે ચેતવણી આપી છે કે રશિયા વિરુદ્ધ પશ્ચિમી દેશોના પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનના તૂટી પડવાનું કારણ બની શકે છે. તેમણે આ પ્રતિબંધો સામે રશિયાને પણ આકરા પગલાં લેવાનું આહ્વાન કર્યું છે. બીજીબાજુ યુક્રેન પર હુમલાને વધુ તીવ્ર બનાવતાં રશિયાએ યુદ્ધના ૧૭મા દિવસે પોર્ટ સિટી મારિયુપોલની એક મસ્જિદ પર બોમ્બાર્ડિંગ ક્રયું હતું, જ્યાં બાળકો સહિત ૮૦થી વધુ નાગરિકોએ આશ્રય લીધો હોવાનો યુક્રેને દાવો કર્યો હતો. જોકે, આ હુમલાથી જાનહાની અંગે ચોક્કસ વિગતો સામે આવી નથી.