બાઇડેનના વહીવટીતંત્રએં ચેતવણી આપી છે કે રશિયા યુક્રેનમાં ધાર્યા મુજબના પરિણામ ન મેળવી શકે તો રાસાયણિક કે જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. તેની સાથે તેમણે રશિયાના તે દાવાને નકારી કાઢ્યો હતો કે યુક્રેન રાસાયણિક શસ્ત્રો વિકસાવી રહ્યું છે.
અમેરિકાએ જણાવ્યું હતું કે રશિયા આ પ્રકારના આરોપો મૂકીને યુક્રેન પર રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો તખ્તો તૈયાર કરી રહ્યું છે. યુક્રેનના માર્યુપોલ શહેરમાં આવેલી મેટરનિટી હોસ્પિટલ પર રશિયાના હુમલામાં ત્રણના મોત થયા હતા અને સત્તરને ઇજા થઈ હતી. આ ઉપરાંત શહેરના પશ્ચિમે આવેલી બીજી બે હોસ્પિટલ પર પણ બોમ્બ પડયા હતા.