રશિયન સૈન્યના ગુરુવારે વહેલી સવારે યુક્રેન પર ભીષણ આક્રમણથી દુનિયાભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે. યુક્રેન પર હુમલાના કેટલાક સમય પછી રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધનમાં યુક્રેન સામે યુદ્ધનું એલાન કર્યું હતું. પુતિને યુક્રેનના અસૈન્યીકરણ અને નાઝીઓથી મુક્ત કરાવવાના આશય સાથે વિશેષ સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી. રશિયન સૈન્યે યુક્રેન પર ત્રણ દિશામાંથી હુમલો કરવાની સાથે સાઈબર હુમલો પણ શરૂ કરી દીધો છે. રશિયાએ દાવો કર્યો હતો કે તેણે યુક્રેનના ૭૦થી વધુ એરબેઝ અને એર ડિફેન્સ સ્થળોનો નાશ કર્યો છે. બીજીબાજુ યુક્રેને દાવો કર્યો કે રશિયાના હુમલામાં તેના ૩૦૦થી વધુ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે જ્યારે તેણે રશિયાના ૧૦૦ સૈનિકોને ઠાર કર્યા છે અને ૬ વિમાન તોડી પાડયા છે.