દુનિયાભરના દેશોના આર્થિક પ્રતિબંધો વચ્ચે યુક્રેન સાથે પહેલા તબક્કાની મંત્રણાનું કોઈ પરિણામ નહીં આવતાં રશિયન પ્રમુખ પુતિન વધુ આક્રમક બન્યા છે. રશિયાના ૨૧મી સદીના વર્લ્ડ ઓર્ડરને હચમચાવી દેનારા આક્રમણના છઠ્ઠા દિવસે મંગળવારે રશિયન સૈન્યે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવના સેન્ટ્રલ સ્ક્વેર અને અન્ય રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા હુમલા વધાર્યા છે. આ હુમલામાં મંગળવારે એક ભારતીયનું મોત થયું હતું.