એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયાના પ્રમુખ સાથે મંત્રણા કરી રહ્યા છે ત્યારે રશિયાએ મિસાઈલ્સ દ્વારા યુક્રેનના પાટનગર કીવ ઉપર પ્રચંડ મિસાઈલ્સ હુમલા કરી રહ્યું છે. આ હુમલાને લીધે ઓછામાં ઓછા ૨૯ના મૃત્યુ થયા છે અને અહીંની બાળકોની હોસ્પિટલ ખંડેર બની ગઈ છે.