રશિયાએ ગુરુવારે યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર ૨૦૦ મિસાઇલ અને ડ્રોન સાથે હુમલો કર્યો હતો. યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલાના લીધે તેના ૧૦ લાખ ઘરો વીજવિહોણા થઈ ગયા છે. છેલ્લા બે સપ્તાહમાં રશિયાનો યુક્રેનની પાવર ગ્રિડ પર બીજો સૌથી મોટો હુમલો છે. તેના લીધે રશિયા શિયાળા પહેલા યુક્રેનને વીજ કટોકટીમાં ધકેલી દેવા માંગતુ હોવાની સંભાવના વધી ગઈ છે.