યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા વિમાનને આજે રશિયન સૈનિકોએ કીવ નજીકના એક એર ફિલ્ડમાં નષ્ટ કરી દીધું છે. માસ્કોએ પોતાના આક્રમણના ચોથા દિવસે પણ પોતાના પડોશી યુક્રેન પર હુમલો ચાલું રાખ્યો છે. વિમાન એએન-225 'મરિયા' (AN-225 'Mriya') જેનો અર્થ યુક્રેનિયનમાં 'સ્વપ્ન' થાય છે, તે યુક્રેનિયન એરોનોટિક્સ કંપની એન્ટોનોવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે વિશ્વનું સૌથી મોટું કાર્ગો વિમાન તરીકે જાણીતું હતું. કીવની બહાર હોસ્ટોમેલ એરપોર્ટ પર આ વિમાનને રશિયાએ ગોળીબાર કરીને કથિત રીતે સળગાવી દીધું હતું.