વિશ્વ એક બાજુ અપેક્ષા કરી રહ્યું છે કે રશિયા નવા વર્ષે યુક્રેન સાથે જંગ ખતમ કરવાનું એલાન કરે, પણ એનાથી ઊલટું રશિયે યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. એ સાથે અમેરિકા અને પશ્ચિમી દેશોને રશિયાએ જણાવી દીધું છે કે એ કોઈ પણ કિંમતે આ યુદ્ધમાં પાછળ નહીં હટે. રશિયાને તોડવા માટે અમેરિકા અને નાટોએ પૂરી તાકાત લગાવી છે, પણ એ કશું નથી કરી શક્યા. ઊલટાનું રશિયાની સામે લગાવવામાં આવેલા પ્રતિબંધોથી અવળી અસર પશ્ચિમી દેશો પર થઈ છે.