સિરીયામાં થયેલા કેમિકલ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે અમેરિકાએ સીરિયામાં થયેલા કેમીકલ હુમલાને સખત શબ્દોમાં વખોડી નાખ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર હુમલા માટે રશિયા તથા ઈરાનને તથા સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર અલ અશદને જવાબદાર ઠેરવ્યા છે.