-
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે. 9 અને 14 ડિસે.ના રોજ મતદાન હાથ ધરાશે. કુલ 4.33 કરોડ મતદારો આ ચૂંટણીમાં નોંધાયેલાછે. 4.33 કરોડ મતદારોમાંથી મોટા ભાગના મતદારો 8 મોટા શહેરોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. શહેરો કરતાં ગામડાઓમાં મતદાનની ટકાવારી ઉંચી રહેતી હોય છે. છતાં રાજકીય પક્ષો શહેરી મતદારોને જ વધારે મહત્વ આપે છે. આ ચૂંટણીમાં ગ્રામ્ય મતદારો ગાંધીનગરમાં કોની સરકાર બનશે તે નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે. જેમ જેમ મતદાન નજીક આવશે તેમ તેમ ગ્રામિણ મતદારોનો ઝોક જોવા મળશે. અત્યારે તો તેઓ પણ શહેરી મતદારોની જેમ રાજકીય પક્ષોના રંગઢંગ નિહાળી રહ્યાં છે.