રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાય છે એ સંદર્ભે કરેલા નિવેદનથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબને જબ્બરનું ખોટું લાગ્યું છે. હવે દારૂ વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી ભાજપમાં ભળી ગયેલા અલ્પેશ ઠાકોર સાથે મળી વિજયભાઈ અશોક ગહેલોતનું મ્હેણુ ચોક્કસ ભાંગશે એવું એમના ગુસ્સા પરથી લાગી રહ્યું છે. અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને ગુજરાતમાં ચાલતા દારૂના અડ્ડાઓનું લીસ્ટ આપેલું જ છે તેને સાચવી રાખવા જેટલી સભાનતા જો વિજયભાઈ એ રાખી હશે તો હાલ તેમનું કામ સરળ થઈ પડશે. અલ્પેશ ઠાકોર ખુદ પણ આ લીસ્ટ પૈકીના કેટલા અડ્ડા ચાલુ છે કેટલા બંધ થયા એનું ધ્યાન રાખતા જ હશે તો બંધ થવાના અને ચાલુ રહેવાના કારણો પણ જાણતા હશે. વિજયભાઈ નિવેદનો કરવાના બદલે આ તમામ માહીતીના આધારે અલ્પેશભાઈને કારમાં બેસાડી નીકળી પડે તો ચોવીસ કલાકમાં ગહેલોત સાચા કે રૂપાણી એ જાહેર થઈ જાય. દૂધનું દૂધ અને પાણીનું પાણી ની જેમ દારૂનું દારૂ અને રૂપાણીનું પાણી બન્ને મપાઈ જાય તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે એક અખબાર યાદીમાં જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચલો એકવાર માની લઈએ કે ગહેલોતે ગુજરાતીઓ ને દારૂડીયા કહ્યાં તો હવે એમને ખોટા અને ગુજરાતીઓ ને સાચા પાડવા વિજયભાઈ કમર કસે. આજથી ગુજરાતમાં એક ટીંપુ પણ શરાબ નહીં વેચાય એનો સંકલ્પ જાહેર કરે. દારૂબંધીના બ્રાન્ડ એમ્બેસેડર અલ્પેશ ઠાકોર હવે સામે નહીં રૂપાણીની સાથે જ છે. અલ્પેશને સરકારના બાતમીદાર બનાવી ગુજરાતને સંપુર્ણ દારૂમુક્ત કરી બતાવે. બાકી ગાંધીના ગુજરાતમાં ગાંધી આશ્રમની નજીક પણ દારૂ વેચાવાની હકીકત સૌ જાણે છે.