સોના-ચાંદી બજાર આજે ભાવો ગબડયા હતા. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવો તૂટી જતાં સોના-ચાંદીની આયાત પડતર ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી તેના પગલે મુંબઈ હાજર બજારમાં આજે કિંમતી ધાતુઓમાં વેચનારા વધુ અને લેનારા ઓછા હતા. મુંબઈઆ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો રૂ.૬૬.૬૧ વાળા ઝડપી તૂટી રૂ.૬૬.૦૦ની અંદર ઉતરી ૬૫.૮૦ થઈ છેલ્લે રૂ.૬૫.૮૨ બોલાયા હતા.