અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડીને ઐતિહાસિક ૮૦ રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ડોલરનો ભાવ શુક્રવારે રૂ.૭૯.૮૯ હતો. શનિવારે બંધ બજારે રૂ.૭૯.૮૨થી ૭૯.૮૩ થયા પછી સોમવારે સવારે ભાવ રૂ.૭૯.૭૯ ખૂલ્યો હતો. નીચી સપાટીએ રૂ.૭૯.૭૨થી ૭૯.૮૩ થયા પછી ઉંચી સપાટીએ ભાવ રૂ.૮૦ થઈ રૂ.૭૯.૯૮ રહ્યા હતા. ડોલર સામે રૂપિયાની આ ઐતિહાસિક સપાટી છે. રૂપિયો ગગડયો તે પાછળના કારણો નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં રજૂ કર્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડના ભાવમાં વધારા જેવા પરિબળોને તેમણે જવાબદાર ગણાવ્યા હતા.