કેન્દ્રીય કેબિનેટે યુપીઆઇ અને રુપે ડેબિટ કાર્ડ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેકશનને વેગ આપવા માટે ૧૩૦૦ કરોડ રૂપિયાની ઇન્સેન્ટીવ સ્કીમને મંજૂરી આપી છે તેમ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું છે.
પ્રધાને જણાવ્યું છે કે સરકાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(એમડીઆર) હેઠળ વ્યકિત દ્વારા મર્ચન્ટને કરાયેલા ડિજિટલ પેમેન્ટ પર લાદવામાં આવેલા ટ્રાન્ઝેકશન ચાર્જીસ ભરપાઇ કરી દેશે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે આગામી એક વર્ષમાં સરકાર ૧૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે જેથી વધુને વધુ લોકો ડિજિટલ પેમેન્ટ કરવા પ્રેરાય.નવેમ્બરમાં ૭.૫૬ લાખ કરોડ રૂપિયાના ૪૨૩ કરોડ ડિજિટલ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતાં.