નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં પૂન:પ્રવેશ કરવાની સાથે બજારના અન્ય ખેલાડીઓએ પણ નીચા મથાળે નવી લેવાલી હાથ ધરતા ભારતીય શેરબજારમાં આજે તેજીના સુસવાટામાં સેન્સેક્સમાં 1436 અને નિફ્ટીમાં 445 પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો. તો બીજી તરફ ડોલર સામે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક પતન જારી રહેતા આજે રૂપિયો 85.75ના નવા તળિયે પટકાયો હતો.