રિઝર્વ બેંકે આજે ફોરેકસ માર્કેટમાં અચાનક જ ટ્રેડીંગમાં આવી પડેલા વિક્ષેપ અને તેના કારણે ડોલર સામે રૂપિયો ૮૩.૫૦ની ઈતિહાસની સૌથી નીચી સપાટીએ સ્પર્શતા તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોએ આપેલી વિગત અનુસાર ટ્રેેડીંગ દરમિયાન કેટલાક સોદા પડવા બંધ થઇ ગયા હતા અને ક્યાંક ટ્રેડીંગ જ બંધ થઇ ગયું હતું. આ સ્થિતિ માનવીય ભૂલ કે પછી કોઈ અન્ય કારણોસર આવી છે કે નહી તે જાણવા માટે રિઝર્વ બેંકે તપાસના આદેશ આપ્યા છે.