રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભાની 4 સીટ પર મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. અંદાજે 63.80 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું છે. આ સાથે 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ચુક્યું છે. ત્યારે CM વિજય રૂપાણીએ ભાજપ ફરીથી 26 બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 26માંથી 16 સીટ પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે એવી આશા વ્યક્ત કરી હતી.
CM રૂપાણીએ રાજકોટમાં મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની 26 બેઠકો પર 2014ની જેમ ફરી ભાજપનો ભગવો લહેરાશે. વળી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આણંદમાં મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ પરિવર્તનને પસંદ કર્યું છે, ગુજરાતની 26 બેઠકોમાંથી કોંગ્રેસ 16 બેઠક પર જીત હાંસલ કરશે.