ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આ વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામુ આપી શકે છે અને તેમના સ્થાને કેન્દ્રના રાજ્ય કક્ષાના જહાજ અને રસાયણ-ખાતર મંત્રી મનસુખ માંડવિયા આગળનો મોરચો સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 6500થી વધુ કોરોના કેસ નોંધાઇ ચૂકયા છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ 4700થી વધુ કેસ આવ્યા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 396ના મોત નિપજ્યા છે.
છેલ્લા બે ચાર દિવસથી એકલા અમદાવાદમાં જ સરેરાશ રોજના અઢીસોથી ત્રણસો કેસો આવી રહ્યા છે. અમદાવાદમાં 298 લોકોના મોત થયા છે. અમદાવાદમાં વધતા જતાં કોરોનાના કેસો જોઈ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાને પણ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તેવું લોકો કહે છે. ત્યારે હવે ખુદ CMને લાંબા સમય માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. જોકે થોડા દિવસ પહેલા કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી ટીમે રાજ્યમાં કોરોના વિષયક કામગીરીની પ્રશંસા પણ કરી હતી તેવું ક્યાંક વાંચવામાં આવ્યું હતું. ખેર, હવે હાઇકમાન્ડ નક્કી કરે તે ખરું... છેલ્લા ઘણા સમયથી અટકળો તો ચાલતી જ આવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રિપ્લેસ કરવામાં આવી શકે છે. અને આમ પણ દેશ તેમજ દુનિયાના વિદ્વાનો કહી ચુક્યા છે કે કોરોના મહામારીને સંકટની રીતે નહીં પણ તકની દૃષ્ટિએ જુઓ... તો હવે મનસુખ માંડવિયા માટે તો તક જ કહેવાય ને...!!
કોણ આવે છે અને કોણ જાય છે એના કરતાં કોણ કોરોનાને નાથી શકે... અને લોકો માટે સંકટમોચક બને તે જરૂરી છે. ત્યારે હવે નવા મુખ્યમંત્રીની જાહેરાત ક્યારે થાય છે તે જોવું રહ્યું.