વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાતની ભૌગોલિક અને હવામાનની પરિસ્થિતિને દીર્ધ દ્રષ્ટિ રાખીને દેશભરમાં સોલાર ઉર્જા ક્ષેત્રે રાજ્ય. અવ્વલ નંબરે રહે તેવી નીતિ અપનાવી હતી. નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન પદેથી સોલાર ઉર્જાને પ્રોત્સાહન આપવા ચારણકા સોલાર પાર્ક બનાવ્યો. દેશમાં પ્રથમવાર ખેડુતો વીજળી ઉત્પન્ન કરી વાપરે અને વધારાની વીજળી સરકાર ખરીદે તેવી અનોખી નવા વિચાર વાળી નીતિ બનાવી. જે સ્કાયના નામે ઓળખાતી હતી. પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી અને ઉર્જા મંત્રી દલાલે ઉર્જા ક્ષેત્રે દાટ વાળી દીધો છે. રાજ્યના સોલાર ક્ષેત્રે રોકાણ કરનારા ઉદ્યોગકારો અને ખેડૂતોને બહુ મોટુ નુકશાન કર્યું છે. જે હાલની ભુપેન્દ્ર પટેલની આગેવાની વાળા સરકારે ભૂતકાળની ભૂલોને સુધારવાની જરૂર છે.
માત્ર ને માત્ર કોર્પોરેટ ગ્રાહકોને મલાઈ કમાવી દેવામાં માનનારા રૂપાણી અને દલાલે ગુજરાતને માર્કેટમાથી પ્રતિ યુનિટ રુપિયા 10ના ભાવે વીજળી ખરીદતુ કરી દીધૂ છે. ત્યારે સામે સ્કાયથી મળતી રૂ 7 પ્રતિ યુનિટ મળતી વીજ નીતિ બંધ કરી રાજ્યને મોટુ આર્થીક અને પર્યાવરણનું નુકશાન કર્યું છે. સ્કાયની યોજના જે તાલુકાઓમાં ચાલે છે ત્યાં જે તે વિસ્તારનો ટ્રાન્સમીશન લોસ શૂન્ય થઈ ગયો છે. તેમજ નાના ખેડુતોને પણ સ્કાય યોજનામાં પોતાના ગુજરાન ચલાવતો થઈ ગયો છે.
આથી ગુજરાત સરકારે સોલાર ઉર્જાને ખેડુતો માટે ખેતીનો દરજ્જો આપી ગામડે ગામડે વીજળી ઉત્પન્ન થાય તેવા નિર્ણયો કરવા જોઈએ.
રૂપાણી અને દલાલે સોલર માટે નીતિ કઈક જાહેર કરવાની અને પાછળથી વાધરાના ચાર્જ ઝીંકી કઈ ઉદ્યોગકારોને આર્થીક રીતે પાયમાલ કરવાની નીતિ અપનાવી હતી. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરી સુધારો કરવાની જરૂર છે. વર્ષ 2015-2019ની સોલાર નીતિમાં નાના પાયે એટલે કે 0.5 મોગાવોટથી 4 મેગાવોટ સોલાર વીજ ઉત્પાદક થર્ડ પાર્ટીને વીજળી આપે તો સામાન્ય પચાસ પૈસાથી એક રૂપિયાના ચાર્જ હતા. જે મે-2020 અને ડીસેમ્બર-2020માં તોતિંગ વાધારી 4.20 રૂપિયા કર્યો. આમ રૂપાણી અને દલાલે જાણે નરેન્દ્ર મોદીની નીતિઓને પતાવી દેવાની સોપારી લીધી હોય તેવુ વર્તન કર્યું હતું. સત્તામાં હતા ત્યારે કોઈ સામે બોલ્યું નહિ પણ સત્તા બહાર થયા પછી લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત કેન્દ્રીય નેતાગીરીના ધ્યાને સત્ય હકીકત મૂકી છે.
રાજ્ય સરકારે તત્કાલીન મખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સમયની ખેડૂતોની સ્કાય યોજના બંધ કર્યા બાદ કેન્દ્ર સરકારાની કુસુમ યોજના અમલમાં મુકી, પણ છેલ્લા બે વર્ષથી કુસુમ યોજના હ્ઠળ ગણ્યા ગાંઠ્યા ય સોલાર ઉર્જાના યુનિટો સ્થાયાયા નહિ સ્થપાયા નહિ. વધુમાં રાજ્ય સરકાર કુસુમ યોજના હેઠળ શું ભાવે પ્રતિ યુનિટ વીજળી ખરીજશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કુસુમ યોજના હેઠળ આશરે 500 મેગાવોટના કામો પ્રગતિ હેઠળ છે.
આમ રાજ્યના ગત પ્રધાનમંડળના સભ્યોએ નીતિઓ સાથે છેડ-છાડ કરી રાજ્ય સરકાર પરના પ્રજાના ભરોસાનો ભારે-ભાર વિશ્વાસઘાત કર્યો છે.
બીજું કે સોલાર ઉર્જાક્ષેત્રે કામ કરતા ઉદ્યોગકારોને સંખ્યાબંધ એટલે 40 જેટલી મંજૂરીઓની ઝંઝટમાંથી પસાર થવું પડે છે, તેનું પણ સિંગલ વિન્ડો કે સરળીકરણ કરવાની તાતી જરૂર છે.
ગુજરાત ભૌગોલિક અને હવામાંનની રીતે સોલાર ઉર્જા માટે ખુબજ અનુકુળ રાજ્ય છે. રાજ્યના સ્તાધીશો જો પ્રજાલક્ષી નીતિ અખત્યાર કરે તો આગામી દિવસોમાં રાજ્યની કુલ વીજ માંગના 50 ટકા સોલાર ઉર્જાથી ઉપલબ્ધ બને તેમ છે. રાજ્યમાં સંભવિત રીતે 10.000 મેગાવોટ સોલાર ઉર્જા ઉત્પન્ન થાય તેવી શક્યતા છે.