ગૂગલે પોતાના એન્ડ્રોઇડ ડિવાઇસ માટે એક નવુ ફિચર શરૂ કર્યુ છે. જેમાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં યુઝર ઇન્ટરનેટ કનેક્શન વિના વેબ સર્ચ કરી શકે છે. ગૂગલના એન્ડ્રૉઇડ ઑફલાઇન પ્રોડક્ટ મેનેજર અમંદા બૉસે કહ્યું કે, જ્યારે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી અને વાઇ-ફાઇ પણ ઉપલબ્ધ ન હોય ત્યારે પણ તમે તમારા લોકેશન સાથે સંબંધિત મેપ ડાઉનલોડ કરી શકશો.