દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોની વચ્ચે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ફેક ન્યૂઝનો પણ રાફડો ફાટ્યો છે. ખાસ કરીને દિલ્હી-NCRમાં 18 જૂનથી સંપૂર્ણ લોકડાઉનના સમાચાર વાયુવેગે ફેલાઇ રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારે તેને રદિયો આપ્યો છે અને અફવા ફેલાવનારાથી સાવધાન રહેવા જણાવ્યું છે.
થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર લોકડાઉનના ન્યૂઝ વહી રહ્યા છે. જેમાં કહેવાય છે કે કેન્દ્ર સરકાર દિલ્હી અને એનસીઆરમાં ચાર સપ્તાહ માટે સંપૂર્ણ લોડકાઉન કરી શકે છે. સાથે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદવા અંગેની વાતો વહેતી થી રહી છે. એટલું જ નહીં આ અફવા ગૃહ મંત્રાલયના હવાલાથી ફેલાવવામાં આવી રહી છે. જેને પગલે પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો (PIB)એ આ અફવાઓને રદિયો આપતા સ્પષ્ટતા કરી છે.
PIBએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જણાવ્યું કે, ફરી લોકડાઉન લાદવાનો કોન્દ્ર સરકારની કોઇ યોજના નથી અને આ બધી પોસ્ટ ફેક છે. PIBના ફેક્ટચેટ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરાયું કો “અફવાઓથી સાવધાન રહો.“
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 1 જૂનથી કેટલીક શરતો સાથે લોકડાઉનમાં ઢીલા આપી છે. દરમિયાન દિલ્હી, મહારાષ્ટ્ર ગુજરાત અને તમિલનાડુમાં કોરોનાનો કેસોમાં ઝડપથી વધારો થતાં ફરી લોકડાઉનની અફવા ફેલાવવા લાગી છે.