ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને 2019ની લોકસભા ચૂંટણી અગાઉ હટાવવામાં આવશે અને મુખ્યમંત્રીપદની જવાબદારી અન્ય કોઈને સોંપાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ભાજપના આંતરિક સૂત્રોનું માનીએ તો, રૂપાણી પાટીદારોનો મુદ્દો યોગ્ય રીતે હેન્ડલ નથી કરી શક્યા. એક સમયે ભાજપની વફાદાર વોટ બેન્ક ગણાતા પાટીદારો હવે ભાજપની જ વિરુદ્ધ મત આપે તેવી સ્થિતિ ઉભી થઈ છે.