બંગાળમાં 'કાયદાના શાસનના બદલે શાસકના કાયદા'ની સ્થિતિ છે અને વિરોધીઓને બોધપાઠ શીખવવા માટે શાસક પક્ષના સમર્થકોએ હિંસા આચરી હતી તેમ ચૂંટણી પછી હિંસાની કથિત ઘટનાઓની તપાસ કરી રહેલા રાષ્ટ્રીય માનવાધિકાર પંચની સમિતિએ જણાવ્યું છે. આ સાથે સમિતિએ હત્યા અને બળાત્કારની ઘટનાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. બીજીબાજુ આ રિપોર્ટ પર ભડકેલાં મમતા બેનરજીએ એનએચઆરસી પર 'અદાલતના અપમાન' અને ભાજપ પર 'રાજકીય બદલો લેવા'નો આરોપ મૂક્યો અને કહ્યું કે ચૂંટણી પછીની કથિત હિંસા સંબંધિત આયોગનો રિપોર્ટ ભાજપે મીડિયામાં લીક કરાવ્યો છે.