ગીરસોમનાથના ગોરખમઢી ગામના ખેડુત વજુ પરમારે હીમાલયમાં જ થતી રુદ્રાક્ષની સફળ ખેતી કરી. હાલ ચાલતા પવિત્ર શ્રાવણ માસે સૌને વીનામુલ્યે રૂદ્રાક્ષના પારા ભેટ આપી ધન્યતા અનુભવે છે. નાના બાળકની જેમ ઊછર્યા રૂદ્રાક્ષ, સામાન્ય રીતે શિવરૂપ મનાતા રૂદ્રાક્ષ ને શિવસ્વરૂપ શ્રધ્ધાળુઓ માને છે. ગોરખમઢી ગામના એનોખા ખેડુત વજુ પરમારે શિવમ એવા ફાર્મમાં સફળ રૂદ્રાક્ષની ખેતી કરી છે.