હાલ વિશ્વ અને દેશમાં પ્રવર્તી રહેલા કોવિડ-19 રોગચાળાને કાબુમાં લેવા માટે રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગત દિવસોમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસોમાં અત્યંત વધારો જોવા મળેલ છે
મહારાષ્ટ્ર રાજયમાંથી કોવિડ-19 નાં કેસોનો વ્યાપ ગુજરાત રાજયમાં ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના પગલાંરૂપે એપિડેમિક ડીસીઝ એકટ , 1897 અન્વયે મળેલ સત્તાની રુએ નીચે મુજબના પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લાં 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તેનો રિપોર્ટ નેગેટિવ હોય તેઓને જ હવે પ્રવેશ મળવાપાત્ર થશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યકિતઓનું સ્ક્રીનિંગ ફરજીયાત પણે કરવાનું રહેશે. રાજ્ય સરકારે કરેલા આદેશ અનુસાર આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.