દેશભરમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેંટ સિસ્ટમ (RTGS)ની 24 કલાકની સુવિધા દેશભરમાં રાત્રે 12.30 વાગ્યેથી શરૂ કરી દેવામાં આવી છે. આ સેવા દેશમાં હવેથી 24 કલાક શરૂ રહેશે. જેનાથી ડિજિટલ લેનદેન કરનારાઓને વધુ લાભ થશે. અને બે લાખથી વધુની રકમની ઓનલાઇન લેતીદેતી કરી શકશે.આ સાથે જ ભારત એ દેશોમાં સામેલ થઇ ગયો છે કે જ્યાં આ સુવિધા રાતદિવસ કામ કરે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી, દાસે આ સેવા શરૂ થતા આરબીઆઇ, આઇએફટીએએસ અને સર્વિસ પાર્ટર્નર્સની ટીમને શુભેચ્છા પાઠવી હતી.