રાઈટ ટુ એજ્યુકેશન(RTE) કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા ગરીબ બાળકો એડમિશન આપવું ફરજિયાત છે. હવે રાજ્યના શિક્ષણ વિભાગે ચાલુ વર્ષે આ એડમિશન ઓનલાઈન આપવા આદેશ કર્યો છે. આ મુદ્દે કામ કરતી સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધીનું કહેવું છે કે નિર્ણય આવકારદાયક છે, પણ સરકારે ઓનલાઈન એડમિશન માટેની પ્રક્રિયામાં વાલીઓને મદદ મળે તે માટે કેન્દ્રો શરુ કરવા જોઈએ.