ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આવા સમયે ગુજરાત સરકારે કોરોનાના કેસો પર કાબૂ મેળવવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે બહારના રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. એક એપ્રિલથી આ નિયમ અમલી બની જશે. એક એપ્રિલ બાદ અન્ય રાજ્યના મુસાફર રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ કરી શકશે નહીં. આ ટેસ્ટ 72 કલાકની અંદર કરાવેલો હોવો ફરજિયાત છે. આ ટેસ્ટ નેગેટિવ હોવા પર જ મુસાફરને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.