રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ કોરોનાના ગભરાટને પગલે બેંગલુરુ ખાતે યોજાનાર તેની વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS) રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રવિવારથી આ સભાનો પ્રારંભ થવાનો હતો પરંતુ કોરોના વાયરસ વધુ ફેલાતા અટકાવવા માટે જાહેર સ્થળો પર મેળવડા નહીં યોજવાની સરકારની સુચનાને પગલે સંઘે આ નિર્ણય લીધો છે. RSS સરકાર્યવાહક સુરેશ જોશીએ આ જાણકારી આપી હતી. જાણકારી મુજબ, 15-17 માર્ચના યોજાનારી આ સભામાં 1,500થી વધુ લોકો હાજર રહેવાની ધારણા હતી.