Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાની 5 કરોડની બે ઘડિયાળો કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. તેની પાસે આ ઘડિયાળના ઈનવોઈસ નહોતા અને આ ઘડિયાળનું ડિક્લેરેશન પણ નહોતું કર્યું. આઈસીસી ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયા પરત ફરી છે. ટીમની સાથે હાર્દિક પંડ્યા પણ રવિવારે મોડી રાતે સ્વદેશ પરત ફર્યો હતો. તેને કસ્ટમ વિભાગે અટકાવ્યો હતો અને બે ઘડિયાળ ડિટેન કરી છે. આ ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયા છે. જેને લઈ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે.

હાર્દિક પંડ્યાએ શું કહ્યું

સોમવારે વહેલી સવારે 15મી નવેમ્બરે, દુબઈથી આવ્યા બાદ, મારું લગેજ લીધા પછી હું સ્વૈચ્છિક રીતે મેં મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સ કાઉન્ટર પર જઈને હું જે સામાન લાવ્યો હતો તે જાહેર કર્યો હતો અને જરૂરી કસ્ટમ ડ્યૂટી પણ ભરી હતી. મુંબઈ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ સમક્ષ મારી જાહેરાતને સોશિયલ મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે, અને મારે ખરેખર શું થયું હતું તે અંગે સ્પષ્ટતા કરવી છે.

મેં દુબઈથી કાયદેસર રીતે જે વસ્તુઓ ખરીદી હતી તેને સ્વૈચ્છિક રીતે જાહેર કરી દીધી હતી અને જે ડ્યૂટી થતી હતી તે ભરી દેવાની તૈયારી બતાવી હતી. હકીકતમાં, કસ્ટમ ડિપાર્ટમેન્ટે જે તે ખરીદી અંગેના દસ્તાવેજ માંગ્યા તે રજૂ કરી દીધા હતા; જોકે કસ્ટમ્સ વિભાગ ડ્યૂટી નક્કી કરવા માટે યોગ્ય રીતે વેલ્યૂએશન કરી રહ્યું છે, જેને ભરી દેવા માટેની ખાતરી મેં આપી છે.

સોશિયલ મીડિયામાં જે રીતે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે કે આ ઘડિયાળની કિંમત રૂ. 5 કરોડ છે, પરંતુ આ ઘડિયાળની સાચી કિંમત આશરે રૂ.1.5 કરોડ છે.

હું ભારતના કાયદાનું પાલન કરનારો નાગરિક છું અને હું ભારતની દરેક સરકારી એજન્સીનું સન્માન કરું છું. મને મુંબઈ કસ્ટમ્સ વિભાગનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે અને મેં પણ તેમને જે દસ્તાવેજો જોઈએ તે પૂરા પાડીને તેમને સંપૂર્ણ સહકાર આપવાનું વચન આપ્યું છે. કોઈપણ પ્રકારનો કાયદો તોડવા અંગેના મારી સામેના આક્ષેપો તદ્દન અપ્રસ્તુત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ