દિલ્હી પોલીસે ૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીવાળી એપ આધારિત કૌભાંડમાં યુટયુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણને સમન્સ મોકલ્યા છે.
પોલીસને ૫૦૦થી વધુ ફરિયાદો મળી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અનેક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ અને યુટયુબર્સે પોતાના પેજ પર હાઇબોક્સ મોબાઇલ એપ્લિકેશનનો પ્રચાર કર્યો હતો અને લોકોને એપ દ્વારા રોકાણ કરવા માટે લાલચ આપી હતી.