દેશની રાજધાનીમાં નવા સંસદભવનના નિર્માણનો માર્ગ વધુ મોકળો બન્યો છે. તાતા સન્સની માલિકીની તાતા પ્રોજેક્ટ્સને રૂપિયા ૮૬૧.૯ કરોડના ખર્ચે નવા સંસદભવનના નિર્માણનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. બુધવારે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા સંસદભવનના નિર્માણ માટેના ફાઇનાન્શિયલ નિવિદાઓ ખોલવામાં આવી હતી. જેમાં તાતા પ્રોજેક્ટ્સની નિવિદા કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ રહી હતી. તાતા પ્રોજેક્ટ્સે તેની નિકટની હરીફ લાર્સન એન્ડ ટુબ્રોને કોન્ટ્રાક્ટ મેળવવામાં માત આપી હતી. લાર્સન એન્ડ ટુબ્રોએ કોન્ટ્રાક્ટ માટે રૂપિયા ૮૬૫ કરોડની ઓફર સરકારને આપી હતી. સંસદભવનનું નિર્માણ ચાલુ વર્ષમાં શરૂ થાય તેવી સંભાવના છે. સરકારે આ પ્રોજેક્ટ માટે રૂપિયા ૯૪૦ કરોડનો અંદાજ મૂક્યો છે.