દિલ્હીની તિહાડ જેલમાં કેદ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણને પત્ર લખ્યો છે અને પોતાની કરોડોની આવક પર ૭૬૪૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચુકવવાની ઓફર કરી છે. સાથે જ વિદેશમાં તેના ક્યા સ્થળે ધંધા ચાલી રહ્યા છે તેની પણ વિગતો જાહેર કરી છે. જેલમાંથી છૂટવા માટે હવાતિયા મારી રહેલા સુકેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ પણ કર્યા હતા. સાથે કહ્યું હતું કે મારી ઇચ્છાથી કાયદેસર કમાણી પર ટેક્સ ચુકવીને દેશના વિકાસમાં યોગદાન આપવા માગુ છું.