અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આર.એસ જવેલર્સ નામની દુકાનમાં ગત 27 તારીખે લાખો રુપિયાની લૂંટ થઈ હોવાના મેસેજ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. આરોપીની શોધખોળ કરવા માટે પોલીસે તે દિશામાં તપાસ પણ હાથ ધરી હતી. પરતું આ કેસમાં નવો વળાંક આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. રૂ. 56 લાખના દાગીનાના લૂંટ કેસમાં વેપારીએ પોતે જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું છે. વેપારી ભૌમિક શાહને ધંધામાં દેવું થઈ ગયું હતું. વારંવાર ઉઘરાણી માટે લોકોના ફોન આવતા હતા જેથી રૂપિયા 90 લાખનો વીમો પકવવા માટે પોતાની દુકાનમાં લૂંટનું તરકટ રચ્યું હોવાનું વેપારીએ સેટેલાઇટ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો.