પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેન્કનાં નાણાકીય સંકટ માટે બેન્કના હોદ્દેદારો દ્વારા HDIL ને આપવામાં આવેલી રૂ. ૬,૫૦૦ કરોડની લોન જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. HDIL દ્વારા લોનની રકમનાં હપતા ચૂકવવામાં આવતા ન હોવા છતાં તેને ધિરાણ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. બેન્કના સસ્પેન્ડેડ પૂર્વ એમડી થોમસના પત્રમાં સનસનાટીભર્યો ખુલાસો કરાયો હતો કે HDILની રૂ. ૬,૫૦૦ કરોડની એનપીએ છુપાવવા માટે બેન્ક દ્વારા ૨૧,૦૪૯ ડમી ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેન્કની પ્રતિષ્ઠા ખરડાશે તેવા ભયથી રિઝર્વ બેન્કથી સાચી હકીકતો છુપાવવામાં આવી હતી. બેન્કે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) નાદાર થઈ હોવા છતાં તેને ધિરાણ આપ્યું હતું જે બેન્કની કુલ અસ્ક્યામતોનાં ૭૩ ટકા થવા જાય છે તેમ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.