પંજાબ નેશનલ બેન્ક સાથે આશરે ૧૪,૫૦૦ કરોડ રૂપિયાના ફ્રોડની ઘટના બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ લોન ડિફોલ્ટરો સામે સખત કાર્યવાહી હાથ ધરી છે અને એના ભાગ રૂપે મંગળવારે સીબીઆઈએ દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ ૧૮ શહેરોમાં ૫૦થી વધુ સ્થળે દરોડા પાડયા હતા. આ કાર્યવાહીના પગલે સીબીઆઈએ સરકારી બેન્કો પાસેથી આશરે ૬૪૦ કરોડ રૂપિયાની લોન લઈને એને પાછી નહીં ચૂકવનારા બિઝનેસમેનો સામે ૧૪ કેસ નોંધ્યા હતા.