-
હીરા નગરી સુરતમાં વેપારી મહામંડળ દ્વારા સ્પાર્કલ એકઝીબિશનના નામે જ્વેલરી શોનું આયોજન કરાયું છે. મંત્રી ગણપત વસાવા દ્વારા ઉદઘાટન બાદ 6 લાખના હીરાની ચોરીનો બનાવ બનતા હલચલ મચી ગઇ છે. ચારેતરફ સીસીટીવી કેમેરા ચેક કરતા એક શંકાસ્પદ ચોર જણાયો જે સૌની નજર ચુકવીને આરામથી હીરાના દાગીના કાચના ટેબલના ખાનામાંથી કાઢીને મોબાઇલ પર વાત કરવાની સ્ટાઇલ સાથે બહાર જાય છે. પોલીસે સીસીટીવી ઇમેજના આધારે તપાસ હાથ ધરી છે. આવા જ્વેલરી શોમાં આટલી સરળતાથી ચોરીના બનાવથી આયોજકો માથુ ખંજવાળે છે.