સરકારે આગામી ૫૦૦ દિવસોમાં ૨૫,૦૦૦ મોબાઇલ ટાવર લગાવવા માટે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. ટેલિકોમ મંત્રાલયની તરફથી મંગળવારે જારી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લીગેશન ફંડમાંથી કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અમલ ભારત બ્રોડબેંડ નેટવર્ક દ્વારા કરવામાં આવશે.
સત્તાવાર નિવેદન અનુસાર ટેલિકોમ પ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા માટે સંપર્ક સુવિધા મહત્ત્વપૂર્ણ છે અને દેશના દરેક ખૂણા સુધી તેની પહોંચ હોવી જોઇએ. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આગામી ૫૦૦ દિવસોમાં ૨૫,૦૦૦ મોબાઇલ ટાવર લગાવવા માટે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપવામાં આવી છે.