ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઇ રહ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમના 65માં જન્મદિવસે રાજ્યકક્ષાનો 'સંવેદના દિવસ' રાજકોટ ખાતે ઉજવાયો હતો. જેમાં તેમણે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોનાકાળમાં 18 વર્ષની નીચેના બાળકનાં એક વાલી પણ ગુજરી ગયા હશે તેમને રાજ્ય સરકાર દરમહિને બે હજાર રુપિયા આપશે. આ સાથે સીએમ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં 433 સેવા સેતુ કાર્યક્રમોની શરૂઆત કરી છે.