નિકાસકારો દ્વારા IGST રિફંડનો ખોટી રીતે દાવો કરવામાં આવે છે એવી માહિતીને આધારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (DGGI) અને ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશભરમાં 336 સ્થળે બુધવારે સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 1000 કરોડથી વધુની GST ચોરી પકડાઈ છે.
આ કાર્યવાહીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, તેલંગણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં નિકાસકારોના સંકુલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્ટ (CBIC)ની બે અવ્વલ ઈન્ટેલિજન્સ એજન્સીઓની આ સંયુક્ત કામગીરી હતી. CBICના ઈતિહાસમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહીમાં 1200 અધિકારીઓ સહભાગી થયા હતા.