અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા અનેક દેશો ઉપર ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીન દ્વારા વળતા પ્રહારમાં ૩૪ ટકા જેટલા ટેરિફ લાદવાનો નિર્ણય લેવા સહિતના અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજાર ખાતે વિદેશી રોકાણકારો પાછળ ચોમેરથી હાથ ધરાયેલ ભારે વેચવાલીના દબાણે સેન્સેક્સમાં ૯૩૧ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૩૪૫ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સના કડાકા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.