અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ 472 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દાખલ દર્દીઓમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોનો પણ સમાવેશ થયેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનાને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને તેમાં મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી.
આથી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનાર લોકોના ભોજન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દર્દીઓને વહેલી સવારે શહેરી સમયે 3:00 વાગ્યે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે. તથા સાંજની ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે અને સંપૂર્ણપણે રોજાનું પાલન કરવા કૃતનિશ્ચયી છે.
સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત આ મુસ્લિમ બિરાદરોએ હાલ હોસ્પિટલને જ પોતાનું ઈબાદતગાહ બનાવ્યું છે અને બીજાને પણ ઘરમાં જ રહી રમજાન મહિનામાં ઈબાદત કરવાની અપીલ કરી રહ્યા છે. કહેવાય છે ને..ઝુક જાયે સર જહાઁ ખુદા કા ઘર વહા...