રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024 સીઝનમાં ઈતિહાસ રચી દીધો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સ (DC) ને 8 વિકેટથી હરાવીને ખિતાબના દુકાળનો અંત લાવ્યો હતો. સ્મૃતિ મંધાનાના સુકાન હેઠળની RCB ટીમની છોકરીઓએ એ કરી બતાવ્યું જે વિરાટ કોહલી એન્ડ બ્રિગેડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16 સીઝનમાં પણ ન કરી શક્યા.