તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં અગાઉ સોઢીની ભૂમિકા ભજવી ચૂકેલા કલાકાર ગુરુચરણ સિંહ ચાર દિવસથી લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગુરુચરણ સિંહના પિતાએ પાલમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહ્યું છે કે તેમનો પુત્ર 22મી એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો પણ ત્યાં પહોંચ્યો ન હતો. હવે આ મામલે પોલીસમાં IPC ની કલમ 365 હેઠળ FIR પણ નોંધવામાં આવી છે.