મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પર્વતની ટોચે બિરાજતા ચામુંડા માતાના દર્શને હવે ઝડપથી પહોંચી શકાય તેવી યાત્રી સુવિધા માટે ચોટીલામાં રોપ-વે સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રના આજના અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન એક પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થતાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.