મોરક્કોએ 1-0થી પોર્ટુગલ સામે ક્વાર્ટર ફાઈનલમાં વિજય સ્ટીયાનો રોનાલ્ડોના વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતુ. ભારે રોમાંચક મુકાબલામાં મોરક્કોએ 42મી મિનિટે યોસ્સોફ એન-નેસીરીના ગોલને સહારે લીડ મેળવી હતી. જે વિજયી સાબિત થઈ હતી. જ્યારે પોર્ટુગલે ફરીવાર રોનાલ્ડોને સ્ટાર્ટિંગ લાઈનઅપમાં સામેલ કર્યો હતો. કોચ ફર્નાન્ડેસ સાન્તોસે તેને 51મી મિનિટે મેદાનમાં ઉતાર્યો હતો. જોકે તે કમાલ દેખાડી શક્યો નહતો અને તેની ટીમ હારી ગઈ હતી.